ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો છે. જેવલિન થ્રોઅર નીરજે રવિવારે મોડી રાત્રે 9.40 વાગ્યે સોશિયલ મીડિયા પર તેના લગ્નની 3 તસવીરો પોસ્ટ કરી હતી. ફોટામાં તેની પત્ની હિમાની, માતા સરોજ દેવી અને લગ્નમંડપ જોવા મળ્યો હતો.
નીરજે સોશિયલ મીડિયા પર લખ્યું, પરિવાર સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. નીરજ ચોપરાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પેરિસ ઓલિમ્પિક દરમિયાન ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું અને પત્ની હિમાનીનું નામ લખીને હાર્ટ ઇમોજી મૂક્યું હતું.