હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી, રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે ઠંડક પ્રસરી છે. હવે 36થી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે જેથી, 48 કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનું આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવતો રહ્યો છે, જેમાં વહેલી સવારથી બપોર સુધી તડકો હતો. ત્યારબાદ બપોર પછી અમદાવાદ શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તથા હળવા વરસાદી ઝાપટા પણ વસ્યા હતા. જેથી, બપોર બાદ તાપમાનમાં સતત ઘટાડો આવ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.