Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ શીલ-ચારિત્ર્યની કે માં ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય છે. આ વાતને સાર્થક કરતો તલવાર રાસ ખૂબ પ્રચલિત છે. રાજકોટનાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહજીનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિ વર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે. જે અંતર્ગત ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. 4 ઓક્ટોબરનાં રોજ બીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 11થી 55 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે.

ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે ગરબા રમાય છે. જેમાં એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા નોરતે ક્ષત્રાણીઓના શોર્ય સમાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 કરતા વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવશે. હાલ આ રાસની જોરશોરથી તૈયારી રાજવી પેલેસ ખાતે કરવામાં આવી રહી છે. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો.