બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ ની રાધિકા ગૌશાળા મા ગત તારીખ 29 ઓગષ્ટે 40 થી 45 પશુઓના મૃત્યું થયા હતાં જે મામલે આશ્રમ ના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂ ભાષકરાનંદ બાપુ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ગત તારીખ 29 ઓગષ્ટ 24ના રોજ સાલૈયા ગામ પાસે ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામા 40થી 45 પશુઓના શંકાસ્પદ મોત થતાં હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.