વૈશ્વિક સ્તરે અનિશ્ચિતત્તાના માહોલમા ભારતીય અર્થતંત્ર મજબૂત ગ્રોથ સાધી રહ્યું છે. જેના કારણે વિશ્વના ટોચના દેશોની તુલનાએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં વધુ રિટર્ન અને મજબૂત ગ્રોથના કારણે રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત થવા લાગ્યો છે રોકાણકારોને જાગૃત કરવા અને રોકાણને વેગ આપવા માટે મહેતા વેલ્થ દ્વારા ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ છઠ્ઠી એડીશનમાં 500 થી વધુ રોકાણકારો જોડાયા હતા. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ગુરુ મધુસૂદન કેલાએ ભારપૂર્વક કહ્યુ કે સેન્સેક્સ નિશ્ચિતપણે 100,000 સુધી પહોંચી જશે, તમારે માત્ર ધીરજ રાખવી પડશે અને ભારતની વૃદ્ધિ પર વિશ્વાસ રાખવો પડશે.
આગામી 25 વર્ષોમાં, ભારતીય જીડીપી 30 થી 40 ટ્રિલિયન ડોલરની આસપાસ હશે. ટિપ આવક જનરેશન માટે હોય છે અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સંપત્તિ સર્જન માટે હોય છે. કોન્ફરન્સ એ વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ છે જેનું આયોજન મહેતા વેલ્થ દ્વારા ભારતીય અને વૈશ્વિક બજારો વિશે રોકાણકારોને જ્ઞાન આપવા માટે કરવામાં આવી રહ્યું છે તેવો નિર્દેશ મહેતા વેલ્થ લિમિટેડના એમડી અને સીઇઓ કૃણાલ મહેતાએ વ્યક્ત કર્યો હતો.