આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 2જી ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 885 પોઇન્ટના ઘટાડા સાથે 80,981 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 311 પોઈન્ટ ઘટીને 24,699 ના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો થયો હતો અને માત્ર 5માં વધારો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટ્યા અને 8 વધ્યા હતા.
એશિયન માર્કેટમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો
લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસે બજાર ખેંચ્યું. જ્યારે, એચડીએફસી બેંક, સન ફાર્માસ્યુટિકલ, કોટક મહિન્દ્રા બેંક અને એશિયન પેઇન્ટ્સે બજારને ઉંચું કર્યું.
એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 5.81% અને હોંગકોંગનો હેંગસેંગ 2.08% ઘટ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.92% તૂટ્યો.
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો આઈપીઓ આજે ખુલ્યો છે. રોકાણકારો આ IPOમાં 6 ઓગસ્ટ સુધી બિડ કરી શકે છે. કંપનીના શેર 9 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.