Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિદેશ મંત્રાલયે ભારતીય પાસપોર્ટમાં મોટા ફેરફાર કરી 2015-16થી નવા સિક્યોરિટી ફીચર્સ ઉમેરી બ્લર ઇમેજવાળો પાસપોર્ટ નાગરિકોને આપવાની શરૂઆત કરી હતી. હવે વિદેશ મંત્રાલય દ્રારા છ વર્ષ બાદ પાસપોર્ટને વધુ સુરક્ષિત બનાવવાની સાથે ઇ-પાસપોર્ટની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. જેને સંલગ્ન હવે આગામી વર્ષ 2023થી ગુજરાત સહિત દેશભરના તમામ નાગરિકોને બાયોમેટ્રિક ડેટા ધરાવતી ચિપ્સ સાથે એમ્બેડેડ ઇ-પાસપોર્ટ જારી કરવામાં આવશે. જેથી પાસપોર્ટ સાથે કોઇ ચેડાં કે દુરુપયોગ કરી શકાશે નહીં. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર અધિકારી ચિપ સેન્સર સાથે કનેક્ટ કરતા જ મુસાફરની તમામ માહિતી ઓપન થઈ જશે.

અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ) રેન મિશ્રાએ જણાવ્યું કે બાયોમેટ્રિક પાસપોર્ટ આવ્યા બાદ ફીમાં વધારો કરાશે નહીં. હાલમાં ફ્રેશ કે રિ-ઇસ્યૂમાં 1500 અને તત્કાલની રૂ.3500 ફી જેમાં 36 પાનાની બુકલેટ અને જમ્બો લેવી હોય તો તત્કાલ અને નોર્મલમાં રૂ.500 વધુ ફી પેટે લેવામાં આવે છે. ઇ-પાસપોર્ટ આવ્યા બાદ પણ પાસપોર્ટની ફી વધારવા માટે મંત્રાલયનું હાલમાં કોઇ આયોજન નથી. મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટરો પરની કતારોમાંથી રાહત મળશે.

મિશ્રાએ જણાવ્યું કે કોરોના બાદ અચાનક એકસાથે નાગરિકોનો ધસારો વધતા અમે એપોઇન્ટમેન્ટ વધારી દીધી હતી. આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ પાંચ લાખ પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાને પગલે 10 મિલિયનથી ઘટી 6.8 મિલિયન પાસપોર્ટ ઇસ્યૂ થયા ભારતે 2017 અને 2019ની વચ્ચે દર વર્ષે 10 મિલિયનથી વધુ પાસપોર્ટ જારી કર્યા, જે 2020માં કોરોના વાઈરસને કારણે ઘટીને 6.8 મિલિયન થઈ ગયા છે.