ટીમ ઈન્ડિયાના વધુ એક પ્લેયર દીપક હુડ્ડા ઈજાગ્રસ્ત થવાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો હતો. BCCIએ આ અંગે જાણકારી આપી હતી. તેને બેક ઈન્જરી થઈ છે. તેની ઈજા કેટલી ગંભીર છે, તે વાતનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી છે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને આ મોટો ઝટકો છે. અગાઉ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઘુંટણની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.