Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત વૈશ્વિક સ્તરે તેની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફની કૂચ ચાલુ રાખતા વિશ્વની આર્થિક વૃદ્ધિમાં 20%નું યોગદાન ધરાવતું હશે તેવું જી20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું. AIMA કન્વેન્શનને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે અને અત્યારે વિશ્વની પાંચમી સૌથી વિશાળ ઇકોનોમી છે.


“આગામી ત્રણ વર્ષમાં, આપણે જાપાન અને જર્મનીને મ્હાત આપીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની સિદ્ધિ હાંસલ કરીશું. વિશ્વમાં જ્યાં ગ્રોથ માટેની તત્પરતા છે ત્યારે ભારત અનેક દેશો વચ્ચે ગ્રોથનું ચાલકબળ બનતા સ્થિતિસ્થાપક પાવરહાઉસ બનીને ઉભર્યું છે. આગામી દાયકામાં વિશ્વના આર્થિક ગ્રોથમાં ભારતનું યોગદાન 20% રહેશે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે ભારતે ગ્રામીણ વિસ્તારોમાં લોકોના જીવનને સુધારવું પડશે, આરોગ્ય સુવિધાને વધુ મજબૂત કરવી પડશેે. ભારતે ગ્રોથને આગળ ધપાવવા માટે કેટલાક ચેમ્પિયન રાજ્યોની જરૂર છે.

જો આગામી ત્રણ દાયકામાં ભારતે 9-10%ના દરે વૃદ્ધિ નોંધાવવી હશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવા માટે, આપણે આપણા શિક્ષણ, આરોગ્યના પાયાને વધુ મજબૂત બનાવવો પડશે. જેનો અર્થ છે કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યો કે જ્યાં દેશની 50% વસતી વસવાટ કરે છે ત્યાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે.