ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં 175 રનની લીડ મેળવી લીધી છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ્સ સુધી 421/7 રન બનાવી લીધા છે. રવીન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 રને અણનમ પરત ફર્યા છે.
કેએસ ભરત 41 રન બનાવીને આઉટ થયો હતો, કેએલ રાહુલ 86 રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી જયસ્વાલ 80 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 2 વિકેટ લીધી હતી. રેહાન અહેમદ, જેક લીચ અને જો રૂટને 1-1 વિકેટ મળી હતી.
હૈદરાબાદમાં, ટીમે શુક્રવારે 119/1ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.