દેશમાંથી ખાસ કરીને યુરોપ અને યુએસના દેશમાં નબળી માંગને કારણે સતત ત્રીજા મહિને નિકાસ ઘટી છે. નિકાસ 12.7 ટકા ઘટીને $34.66 અબજ નોંધાઇ છે. દેશની વેપાર ખાધ પણ 20 મહિનાના તળિયે $15.24 અબજ નોંધાઇ છે. દેશની આયાત પણ સતત પાંચમા મહિને ઘટતા 14 ટકા ઘટીને $49.9 અબજ નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $58.06 અબજ નોંધાઇ હતી. કોમોડિટીની કિંમતમાં ઘટાડો તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી જેવી પ્રોડક્ટ્સની માંગ ઘટવાને કારણે આયાત ઘટી છે.
દેશમાંથી નિકાસમાં માત્ર 11 સેક્ટર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી અને આયાતમાં 30 મુખ્ય સેક્ટર્સમાંથી 23 સેક્ટર્સમાં આયાતમાં ઘટાડો થયો હતો. ઇલેક્ટ્રોનિક ગૂડ્સની નિકાસ 26.49 ટકા વધીને $2.11 અબજ નોંધાઇ હતી. દેશની સેવા નિકાસનું મજબૂત પ્રદર્શન રહ્યું હતું. સેવા નિકાસ 27.86 ટકા વધીને $325.44 અબજ રહી હતી. જ્યારે આયાત 22.54 ટકા વધીને $180 અબજ રહી હતી.
દેશની યુએસ ખાતેની નિકાસ 17.16 ટકા ઘટીને $5.9 અબજ રહી છે. જ્યારે યુએઇ ખાતેની નિકાસ પણ 22 ટકા ઘટીને $2.23 અબજ જોવા મળી છે.