સાયલાના સુદામડામાં ખનીજચોરીની અરજી કરતાં ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ પંથકમાં માત્ર 82 કાયદેસર લીઝ છે. જ્યારે ક્વોરી ઉદ્યોગનું ટર્ન ઓવર રૂ.5 અબજને આંબી જતું હોવાથી કેટલીવખત કાગળો અને કેટલીટ વખત હથિયારો સાથે જંગ ખેલાતો હોય છે. ફાયરિંગના બનાવ બાદ ક્વોરી ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં રણનીતિ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ઝાલાવાડમાં બ્લેક સ્ટોનમાંથી કપચી બનાવવાની 120 પૈકી એકમાત્ર સાયલામાં 100 ક્વોરી આવેલી છે. અગાઉ 130 કાયદેસર લીઝ હતી. પરંતુ નદીથી 200 મીટરના નિયમોને લીધે 48 લીઝ રદ થતાં 82 કાયદેસરની લીઝ છે.
દરરોજ 2000 હજારથી વધુ ડંપર ભરીને ગુજરાત અને ગુજરાત બહાર બ્લેક સ્ટોનનો સપ્લાય કરવામાં આવે છે. જેની સરકારને મહિને રૂ.1 કરોડથી વધુની રોયલ્ટી પણ ભરે છે. કવોરી ઉધોગનું મહિન ટર્નઓર અંદાજે રૂ.5 અબજને આંબી જાય છે. ત્યારે આ મોટા ટર્નઓવરને લઇ હથિયારો ઉડે તે સ્વભાવિક છે.
આમ ફાયરિંગ કેસમાં પહેલાં સોતાજ યાદવે જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ ઘણી જગ્યાએ ગેરકાયદે ખોદકામની નામ સાથે અરજી કરી હતી. અને આથી જ ફાયરિંગ કરાયું હતું. બનાવના 24 કલાક બાદ પણ એકપણ આરોપી ન પકડાતા પોલીસ સામે પણ શંકા સેવાઇ રહી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ફરિયાદી સોતાજના ઘરે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો તેની દીકરી કુસુમબેને પણ સુરેન્દ્રનર કોલેજ જતાં જીવનું જોખમ હોઇ બંદોબસ્તની માંગ કરી છે.