સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. 15 વર્ષમાં સોનાએ 366% રિટર્ન આપ્યું છે, જે શેરબજાર કરતાં 179% અને FD કરતાં 164% વધું છે. 2020-21માં કોરોનાથી દુનિયાભરની અર્થવ્યવસ્તા પ્રભાવિત થઈ હતી. લોકડાઉન લાગ્યાં હતા. ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થયું. આ દરમિયાન સોનામાં રોકાણ વધ્યું. 2022માં બજાર ખુલ્યાં. માગ વધી. મોંઘવારી વધી. સરકારે કડક વલણ અપનાવ્યું. બજાર તૂટતા રોકાણકારોએ ફરી સોનામાં રોકાણ વધાર્યું.
બજાર નિષ્ણાતો માને છે કે 2023માં પણ સોનું 10% વધુ રિટર્ન આપશે. ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે. લગ્ન સિઝન પણ જોર પકડશે.
વર્ષનાં અંત સુધી 62 હજાર સુધી સોનું પહોંચી શકે છે.
બ્રોકર ફર્મ ICICI ડાયરેક્ટે પોતાની સ્ટડીમાં અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે સોનું 62 હજાર/ 10 ગ્રામ અને ચાંદી 80 હજાર પ્રતિ કિલો પહોંચી શકે છે.
ક્વાંટમ એસેટ મેનેજમેન્ટના ચીફ ઈનવેસ્ટમેન્ટ ઓફિસર(CIO) ચિરાગ મહેતા કહે છે કે, વધતી મોંઘવારી દુનિયાભર માટે પડકાર છે. તેને નિયંત્રિત કરવા દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેનાથી શેરબજાર અને બોન્ડમાં રોકાણ કરનાર લોકોને ખાસ ફાયદો થવાની આશા છે.
કોમોડિટી નિષ્ણાત અનિલ કુમાર ભણસાલી કહે છે કે, હાલના સમયને બાદ કરતાં પણ સોનું લાંબા સમયથી શેરબજાર સહિત બીજી એસેટ ક્લાસથી વધુ રિટર્ન આપે છે.