કોરોના મહામારી દરમિયાન વિજ્ઞાનીઓએ સૌથી મોટો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો પહેલો કેસ સાચા સમયે સામે આવ્યો હોત તો તેની રોકી શકતા હતા. ત્યારબાદ બીમારીઓને લઈને ગ્લોબલ ડેટાબેઝ બનાવવાની વાત થવા લાગી હતી. હવે મોટા પાયે જાગૃતિ ફેલાવાથી બીમારીઓનો ગ્લોબલ ડેટાબેઝ બનતો જણાય છે. જેનું તાજું ઉદાહરણ દક્ષિણ-પૂર્વી એશિયાનો નાનકડો દેશ કમ્બોડિયા છે.
અહીં આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 9 વર્ષના વિરુન રોએર્નનું અચાનક મોત થઈ ગયું. જેની પાછળ ડો. લુચને લાગ્યું કે આ એવિયન ફ્લૂના કારણે થઈ શકે છે. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે વિરુનના પરિવારે થોડા દિવસ પહેલાં મરેલી મરઘી ખાધી હતી. જેને ખાવાથી વિરુનને હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફ્લૂએન્ઝા (એચ5એન1) થયો હતો. આખી દુનિયાને સચેત કરવા માટે 24 કલાકની અંદર બીમારીઓ સાથે જોડાયેલા ડેટાબેઝમાં વિરુણના મોતના કારણનો રિપોર્ટ અપલોડ કરી દેવાયો.
આ કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એલર્ટમાં આવ્યું. કમ્બોડિયાથી વિરુનના કેસની જલદી ઓળખ અને રિપોર્ટિંગ, અને ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું એલર્ટ, બતાવે છે કે આખી દુનિયામાં બીમારીઓની નિગરાની કેટલી જોડાયેલી છે. દેશોની બીમારી ફેલાવા પર તપાસ અને તેના પર એક્શન લેવાની ક્ષમતા દુનિયાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
કમ્બોડિયા ઉપરાંત હવે દરેક દેશ ગ્લોબલ ડેટાબેઝને મજબૂત કરવામાં લાગેલા છે, જેથી ડેટાબેઝને મજબૂત બનાવી શકાય. એ જ કારણ છે કે નાનામાં નાની બીમારીઓ પણ વિશ્વ સ્તરે રિપોર્ટ કરવામાં આવી રહી છે. એક્સપર્ટો કહે છે કે જો તમામ દેશોએ કમ્બોડિયા જેવું તંત્ર વિકસિત કરી લીધું તો આવનારા સમયમાં કોઈ પણ બીમારીનું સમયસર નિવારણ લાવી શકાય છે.