ઇલક્ટ્રીકલ વાહનો સહિતના ભવિષ્યને ધ્યાનમાં રાખી આદિત્ય બિરલા ગ્રૂપની ફલેગશીપ કંપની હિન્દાલ્કોમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં, પ્રથમ તબક્કામાં 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ પ્લાન્ટ દ્વારા કોપર રિસાયકલિંગમાં દેશની ક્ષમતાઓને વધુ વધારાશે અને ગ્રીન પ્રોજેક્ટમાં સહકાર મળશે.
દેશની સૌથી મોટી કોપર ઉત્પાદક કંપની આદિત્ય બિરલા ગ્રૂપની ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતે હિન્દાલ્કો કંપની આવેલી છે. ઇલેક્ટ્રીકલ મોબાલિટી અને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કોપરની ભાવિ માંગમાં વધારો થશે તે નક્કી છે ત્યારે આ માંગને આગળ વધારવામાં આવશે. ગુજરાતના દહેજ ખાતે દેશનો પ્રથમ ઇ વેસ્ટ રિસાયકલીંગ પ્રોજેકટ હિન્દાલ્કો દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે.
બિરલા ગ્રૂપ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ,200 કિલો ટન પ્રતિ વર્ષ મુજબ કોપરનું ઉત્પાદન રિસાયકલીંગ થકી કરવામાં આવશે અને તેના માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણનો અંદાજ મૂકવામાં આવ્યો છે.જોકે, પ્રથમ તબક્કામાં 50 કિલો ટન ની ક્ષમતા સાથે 2 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.