Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા બાદ કલમ 370ની નાબૂદી પછી આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહિલા ઉમેદવારોની વધુ ભાગીદારી જોવા મળી રહી છે.


જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્વીકૃત 873 ઉમેદવારીપત્રોમાંથી 40 મહિલાઓનાં છે. જેમાંથી 20 મહિલાને રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે, જ્યારે 20 અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. 18 સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 9 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. બીજા તબક્કામાં 6 મહિલાઓ મેદાનમાં છે અને અંતિમ તબક્કામાં 25 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. 2014માં 28 મહિલાઓએ 87 વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી લડી હતી. જેમાંથી 21 મહિલાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી, જ્યારે 7 અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.

ભાજપ- સંકલ્પપત્રમાં ‘મા સન્માન યોજના’ના માધ્યમથી જમ્મુ-કાશ્મીરનાં દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે 18 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. 50 હજાર લખપતિ દીદી અને ઉજ્જ્વલા લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે.