ઇઝરાયેલે સોમવાર, 23 સપ્ટેમ્બરે લેબનોનમાં 300થી વધુ મિસાઇલો છોડી હતી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે. તેમાં 58 મહિલાઓ અને 35 બાળકો છે. 1,645 લોકો ઘાયલ થયા છે.
અલ જઝીરા અનુસાર, 2006માં ઇઝરાયેલ-લેબનોન યુદ્ધ બાદ લેબનોન પર આ સૌથી મોટો હુમલો છે. લેબનોનમાં બુધવાર, 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકો સલામત સ્થળે જતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક શહેરોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.