વુમન્સ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દિલ્હી કેપિટલ્સ 18.4 ઓવરમાં 136 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે પહેલા 51* રન ફટકાર્યા હતા. સાથે જ 2 વિકેટ લીધી અને એક કેચ પણ કર્યો હતો. તેની સાથે તનુજા કંવર અને કીમ ગાર્થે પણ 2-2 વિકેટ લીધી હતી. તો સ્નેહ રાણા અને હરલીન દેઓલને 1-1 વિકેટ મળી હતી. દિલ્હી તરફથી મેરિયન કેપે 36 રન બનાવ્યા હતા. તો છેલ્લે અરુંધતી રેડ્ડીએ જિતાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તે 25 રને આઉટ થઈ ગઈ હતી. આમ આ જીત સાથે જ ગુજરાતની પ્લેઑફમાં પહોંચાવાની આશા હજુ જીવંત છે.
ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ લૌરા વોલ્વાર્ટે 57 રને બનાવ્યા હતા. તો એશ્લે ગાર્ડનરે 51* રન કર્યા હતા. બન્ને વચ્ચે 53 બોલમાં 81 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિલ્હી તરફથી જેસ જોનાસને 2 વિકેટ લીધી હતી. જ્યારે મેરિયન કેપ અને અરુંધતી રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી.
પ્લેઇંગ-11માં બન્ને ટીમે ફેરફાર કર્યા
દિલ્હીની ટીમે એક ફેરફાર કર્યો છે. તારા નોરિસની જગ્યાએ પૂનમ યાદવને સ્થાન આપ્યું છે. તો ગુજરાતે બે ફેરફાર કર્યા છે. તેઓએ એસ. મેઘના અને એનાબેલ સધરલેન્ડની જગ્યાએ લૌરા વોલ્વાર્ટ અને અશ્વિની કુમારીને સ્થાન આપ્યું છે.
દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવ
ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેહ રાણા (કેપ્ટન), સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ટ, હરલીન દેઓલ, સુષ્મા વર્મા (વિકેટકીપર), દયાલન હેમલતા, તનુજા કંવર, માનસી જોશી, એશ્લે ગાર્ડનર, અશ્વિની કુમારી અને કીમ ગાર્થ.