રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ પછી અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા ગેમિંગ ઝોન તકેદારીના ભાગરૂપે બંધ કરાવી દેવાયા હતા. જો કે, હવે શહેરના 19 ગેમ ઝોન ગમે તે ઘડીએ ફરી શરૂ થઈ જશે. સરકારે ગેમ ઝોન ફરી શરૂ કરવા 60 મુદ્દાની ગાઈડલાઈન બનાવી છે. જેમાં 16 ડિપાર્ટમેન્ટની એનઓસી લીધા બાદ જ પોલીસ કમિશનર ગેમ ઝોનનું લાઈસન્સ આપી શકશે. ગેમ ઝોન ફૂડકોર્ટ નહીં બનાવી શકાય, સ્ટવ નહીં હોય, બેથી વધુ એક્ઝિટ રાખવા પડશે, આ ઉપરાંત ગેમિંગ ઝોનની રાઈડ પરનો ક્લર ઉખાડી લોખંડની ગુણવત્તા ચેક કરવામાં આવશે.
ફાયર સેફટી સિસ્ટમની સાથે ગેમ ઝોનમાં સ્પ્રિંકલર ફરજિયાત રાખવું પડશે. ગેમ ઝોન શરૂ કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે આ માટે અધિક પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવાઈ છે. જે લાઈસન્સ માટે જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે સંકલનનો પ્રયાસ કરી રહી છે.