રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસન ક્ષેત્રે વર્ષોથી જાણીતું છે. તેના સર્પાકાર જેવા ઢોળાવવાળા રસ્તાનું સૌંદર્ય ચોમાસા પછી સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. લીલી વનરાજીમાં ઘેરાયેલા આબુના રસ્તાઓ એટલાં હર્યાભર્યા બન્યા છે કે હવે અવકાશી દૃષ્ટિથી પણ રસ્તો સોહામણો લાગે છે. એવું કહેવાય છે કે ગુજરાત અને રાજસ્થાન, એ બે રાજ્યોના મોટા ભાગના શ્રીમંત લોકોમાં જયપુર હાઉસ, બિકાનેર હાઉસ, કિશનગઢ હાઉસ, પાલનપુર પેલેસ વગેરે એસ્ટેટમાં રહેતા હતા જે હવે તમામ હોટલમાં રૂપાંતરિત થઈ ગયા છે, અહીં 100 વર્ષથી વધુ જૂનાં ઘર આવેલાં છે. ભવ્ય ઇતિહાસ અને અહીંનું અભયારણ આબુનાં મુખ્ય આકર્ષણ છે. દીપડા-રીંછોની સંખ્યા પણ આ જંગલમાં વધી છે.