શુક્રવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 69 ઘટીને રૂપિયા 75,681 પર આવી ગયો છે. અગાઉ ગુરુવારે તેની કિંમત 75,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 1,764 રૂપિયા સસ્તી થઈને 90,758 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.92,522 હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.
વર્ષના અંત સુધીમાં સોનું 78 હજાર રૂપિયા સુધી જઈ શકે છે એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષે સોનું 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.