જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શુક્રવારે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝિન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
પોલીસે કહ્યું- માહિતી મળી હતી કે એક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ માટે આવા યુવાનોની શોધ કરી રહ્યો હતો, જેને આતંકી સંગઠનમાં સામેલ કરી શકાય. તેમનું બ્રેઈનવોશ કરી શકાય છે અને આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારો અને દારૂગોળો આપી શકાય છે. જેના કારણે તેઓ હુમલાને અંજામ આપી શકતા હતા.