Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.


તમામ મુસાફરો અને કેબિન ક્રૂ-સભ્યોને ઈમર્જન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

પ્લેનમાં 276 મુસાફર અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા
સાઉદી એરલાઈન્સ 792 276 મુસાફરને લઈ જતી હતી. આ ઉપરાંત 21 ક્રૂ-મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાઇલટને આ અંગે જાણ કરી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી.

આગની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.