વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સને 156 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેને તેઓએ 34 બોલ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. MI તરફથી સૌથી વધુ હેલી મેથ્યૂઝે 38 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા અને 202.63ની સ્ટ્રાઈક રેટથી 77* રન ફટકાર્યા હતા. તેણે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે 3 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત નેતાલી સીવરે 55* રન બનાવ્યા હતા. આ સિવાય યાસ્તિકાએ 23 રન કર્યા હતા. બેંગ્લોર તરફથી એકમાત્ર વિકે પ્રીતિ બોસને મળી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 18.4 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ રિચા ઘોષે 28 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયાંકા પાટીલ અને સ્મૃતિ મંધાનાએ 23-23 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ હેલી મેથ્યૂઝે 3 વિકેટ ઝડપી હતી. તો સાઇકા ઈશાક અને અમીલિયા કેરને 2-2 વિકેટ મળી હતી અને નેતાલી સીવરને 1 વિકેટ મળી હતી.