શહેરમાં કોઠારિયા રાેડ પર જંગલેશ્વર નજીક રાધાકૃષ્ણનગરમાં રહેતી કોલેજિયન યુવતીએ એસિડ પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા બીજા વર્ષમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પરીક્ષા હોય જેથી તેના કાકાએ ભણવામાં ધ્યાન આપવા મોબાઇલમાં ધ્યાન નહીં આપવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર અાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર રાધાકૃષ્ણનગરમાં રહેતી નિરલ પ્રવીણભાઇ ગોહેલ (ઉ.18)એ પોતાના ઘરે એસિડ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એસ.ગોહેલ સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવતી બે ભાઇમાં એકના એક બહેન હોવાનું અને તેના પિતા ખેતીકામ કરે છે. તેમજ નિરલ રાજકોટ તેના કાકા સાથે રહેતી હોવાનું અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તાજેતરમાં કોલેજમાં પરીક્ષા હોય અને મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોય જેથી તેના કાકાએ પરીક્ષા હોય મોબાઇલમાં નહીં ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.