Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાજપમાં હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં નેતાઓને સભ્ય બનાવવાના ટાર્ગેટ અપાયા છે. પડધરી તાલુકો રાજકોટ જિલ્લામાં આવે પણ વિધાનસભાના વિસ્તાર તરીકે ટંકારા બેઠકમાં આવે છે અને આ બેઠકના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા છે. તેમણે પડધરીની કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવ્યા હોવાનું ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું હતું.


પ્રિન્સિપાલ નીલાબેન ઠાકરઅે નિયમ વિરુદ્ધ જઈને ભાજપના ધારાસભ્ય માટે ભાજપ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ઓડિટોરિયમમાં ગોઠવ્યાની બાતમી મળી હતી. સરકારી કચેરીઓમાં રાજકીય પ્રચાર કરી શકાતો નથી પણ આ સરકારી કોલેજમાં તો વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવવાના કાર્યક્રમ યોજવાનો હોવાથી ભાસ્કરની ટીમ કોલેજ પહોંચી હતી અને ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓ સાથે બેસી ગયા હતા.

Recommended