ત્રીજી T20માં ઇંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું. ભારતે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઇંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા. વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 145 રન જ બનાવી શકી.
ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે ફિફ્ટી ફટકારી. લિયામ લિવિંગસ્ટને 43 અને જોસ બટલરે 24 રન બનાવ્યા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 અને અભિષેક શર્માએ 24 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ, જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સે 2-2 વિકેટ લીધી.
20મી ઓવરમાં ભારતને જીત માટે 32 રનની જરૂર હતી. ઇંગ્લેન્ડ તરફથી બ્રાયડન કાર્સે છેલ્લી ઓવર ફેંકી. તેણે ફક્ત 5 રન આપ્યા. ભારત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 145 રન જ બનાવી શક્યું અને ટીમ 26 રનથી મેચ હારી ગઈ.
ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ લીધી. બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ લીધી. આદિલ રશીદ અને માર્ક વુડે પણ 1-1 વિકેટ લીધી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 અને અભિષેક શર્માએ 24 રન બનાવ્યા.