Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના નજીક કાળીપાટ ગામે ગઈકાલે મોડી રાત્રે બઘડાટી બોલી ગઈ હતી.રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા યુવાને પત્નીના દાદાજી સસરાને ડિસમિસના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને તેમને બચાવવા ગયેલા અન્ય પાંચ વ્યકિતને પણ ડીસમિસ વડે ઇજા કરી હતી જેથી ઘવાયેલાઓને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે સામાપક્ષે હુમલો કરનાર યુવકને પણ તેના સાળાએ સૂયા વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો.બંને પક્ષે આજીડેમ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી.

ગંજીવાડામાં 66 નંબરની સરકારી સ્કૂલ પાસે રહેતા શિલ્પાબેન રાજેસભાઇ મનજીભાઇ મેર (ઉ.વ.32) એ પોતાની ફરિયાદમાં તેમના પતિ રાજેશભાઈ મનજીભાઈ મેર નું નામ આપતા તેમની સામે 326,324,504 કલમ હેઠળ આજીડેમ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.શિલ્પાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું માંડાડુંગરમાં મહિકાગામની જુના રોડ ઉપર આવેલ ખોડીયાર નામના હિતેસભાઇ રામાણીના કારખાના માં મજુરી કામ કરૂ છું.મારા લગ્ન આશરે પંદરેક વર્ષ રાજેસ સાથે થયા હતા અને મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે અને મારો પતિ રાજેશભાઇ અમારી પોતાની રીક્ષામાં અમારા જ કારખાનામાં વર્ધી ભરે છે. ગઇ તા.03/11ના સાંજના છએક વાગ્યે હું કારખાનાથી છુટેલ ત્યારે મારા પતિ રાજેશને વર્ધી ભરવાની હોય.

જેથી મને તેઓ આજીડેમ ચોકડી ઉતારી જતા રહેલ અને હું ત્યાં રી ક્ષાની રાહ જોઇ ઉભી હતી.ત્યારે અમારા કારખાનામાં મેતાજી તરીકે કામ કરતા દિપકભાઇ ઝાલા તેના હોન્ડા ઉપર પસાર થતા તેઓએ મને ઉભેલી જોઇ પોતાનું હોન્ડા ઉભું રાખી મને ઘરે મુકી જવાનું કહી હોન્ડા પાછળ બેસાડેલ આ વખતે મારા પતિ રાજેશ અચાનક આવી જતા મને આ દિપકભાઇના હોન્ડા પાછળ બેઠેલ જોઇ મને બેફામ ગાળો દેવા લાગ્યા અને કહેલ કે તું કેમ અજાણ્યા માણસની પાછળ બેસેલ છો તેમ કહી મને માથાના ભાગે મારી દીધું હતું અને ત્યાં માણસો ભેગા થઇ જતા તેણે મને આમારી રીક્ષામાં બેસાડી ઘરે લઇ ગયા હતા અને ત્યાં પણ મને સાવરણીથી મને મુંઢ માર મારેલ બાદમાં મારા સાસુ-સસરાએ ત્યાં નજીકના ડોક્ટર પાસેથી સારવાર કરાવી હતી.