કરાચીમાં રવિવારે રાત્રે ફિદાયીન હુમલામાં બે ઇજનેરોનાં મોત અને 10 ઘાયલ થવાથી પાકિસ્તાન ફરી ઘેરાયું. પાકિસ્તાનમાં કામ કરી રહેલા 400 ચીની ઇજનેરો તેના દેશ રવાના થઈ ગયા છે. બલુચિસ્તાનથી લગભગ 250 ચીની ઇજનેર ગિલગિટ-બાલ્ટિસ્તાનથી 150 ઇજનેરો ક્રમશ: કરાચી અને ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચીન જતા રહ્યા છે. ચીની ઇજનેરોનું પાકિસ્તાન છોડવાનું કારણ સીપેકના બલુચિસ્તાનવાળા વિસ્તાર સહિત પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા 8 પ્રોજેક્ટ પર કામ રોકી દીધું છે.
સૂત્રો અનુસાર કરાચી હુમલા પછી હવે ચીને આ મહિને પાકના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં તેની સેના તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. ચીનના ઘણા પાવર પ્રોજેક્ટ પીઓકેમાં છે. પ્રોજેક્ટના કોર એરિયામાં ચીની સૈનિક રહેશે.