Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફિઝિક્સ 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર AIના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક જોન જે. હોપફિલ્ડને મળ્યો છે. કૃત્રિમ ન્યુરોન્સ પર આધારિત મશીન લર્નિંગ સંબંધિત નવી તકનીકોના વિકાસ માટે તેમને આ સન્માન મળ્યું છે.


સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. બંને વિજેતાને 8.90 કરોડ રૂપિયાની રકમ મળશે, જે તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.

અગાઉ સોમવારે, 7 ઓક્ટોબરના રોજ વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને મેડિસિનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને માઇક્રો આરએનએ (રિબોન્યુક્લિક એસિડ)ની શોધ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર વિતરણ 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

ફિઝિક્સમાં 2023નો નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક 2023નું ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર પિયર ઓગસ્ટિની, ફેરેન્ક ક્રાઉઝ અને એની હુલિયર દ્વારા જીતવામાં આવ્યો હતો. આ વૈજ્ઞાનિકોને તેમના એક પ્રયોગ માટે નોબેલ પુરસ્કાર મળ્યો, જે અણુઓ અને પરમાણુઓમાં હાજર ઇલેક્ટ્રોનની દુનિયાને સમજવામાં મદદ કરે છે.