માર્કેટ વેલ્યુએશનની વાત કરીએ તો ગયા સપ્તાહના ટ્રેડિંગમાં દેશની ટોપ-10 કંપનીઓમાંથી 5ના વેલ્યુએશનમાં રૂ. 1.86 લાખ કરોડનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC અને FMCG કંપની ITC ટોપ લૂઝર હતી.
HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 70,479 કરોડ ઘટીને રૂ. 12.67 લાખ કરોડ થયું છે. તે જ સમયે ITCનું મૂલ્ય રૂ. 46,481 કરોડ ઘટીને રૂ. 5.57 લાખ કરોડ થયું છે.
ટેક કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસ (TCS) એ તેના માર્કેટ કેપમાં રૂ. 60,169 કરોડ ઉમેર્યા છે અને હવે કંપનીનું માર્કેટ કેપ રૂ. 15.43 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
HCL ટેકનું માર્કેટ કેપ રૂ. 13,121 કરોડ વધીને રૂ. 5.42 લાખ કરોડે પહોંચ્યું છે. આ સિવાય ઈન્ફોસિસ, એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં પણ સંયુક્ત રીતે રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે.