અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલના ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ માટે રેલી સંબોધિત કરી. પેન્સિલ્વેનિયામાં ઓબામાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે નવેમ્બરની ચૂંટણી ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન ઉમેદવાર વચ્ચે સખત ટક્કરવાળી હશે.
અશ્વેતોને સંબોધતા ઓબામાએ કહ્યું કે તમે ચૂંટણીમાંથી બહાર રહેવા કે કોઈ એવી વ્યક્તિનું સમર્થન કરવા વિશે વિચારી રહ્યા છો જેનો ઈતિહાસ તમને નીચો દેખાડવાનો રહ્યો છે, કેમ કે તમને લાગે છે કે આ તાકાતનો સંકેત છે. કેમ કે એ જ એક પુરુષ હોવાનો મતલબ છે? મહિલાઓને નીચી દેખાડવી ? તે સ્વીકાર્ય નથી. ટ્રમ્પ મહિલાઓની સ્વતંત્રતા છીનવી લેશે કારણ કે તેममनेमમને કોઈ ફરક નહીં પડે.
ઐતિહાસિક ઉમેદવારીને ઉજવવા માટે ભારતીય સંગીતકાર એ.આર. રહેમાન એક લાઈવ સંગીત સમારોહમાં પ્રસ્તુતિ આપશે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિનું સમર્થન કરનારા ભારતીય-અમેરિકી ફંડરેઈઝર એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર્સ વિક્ટરી ફંડે આ જાણકારી આપી છે. એએપીઆઈ વિક્ટરી ફંડે જાહેરાત કરી કે એ.આર. રહેમાન સાથે એક ખાસ સાંજ. જોકે, કાર્યક્રમની તારીખોની જાહેરાત નથી કરાઈ.