નિવૃત્તિ બાદ પણ ચિંતામુક્ત રહેવા માટેનો મંત્ર સતત રોકાણ કરતા રહેવાનો છે. સ્વાભાવિક પણ માર્કેટ વોલેટાઇલ હોય છે અને ટૂંકા ગાળે અનિશ્ચિત હોય છે ત્યારે લાંબા ગાળે તેમાં વૃદ્ધિ થતી રહે છે. રોકાણ માટેનો સ્થિર અભિગમ રોકાણકારને ચક્રવૃદ્ધિ વ્યાજ, વૈવિધ્યકરણ અને લાંબા ગાળાના માર્કેટ ટ્રેન્ડનો લાભ અપાવવાની સાથે જ ફુગાવા સામે તેમના પોર્ટફોલિયોનું રક્ષણ કરે છે. વ્યૂહરચના બનાવવાની આ શિસ્તબદ્ધ રીત નિવૃત્તિ માટે એક મજબૂત નાણાકીય પાયો નાખે છે તેવું બંધન AMCના સેલ્સ-માર્કેટિંગ હેડ ગૌરવ પરિજાએ જણાવ્યું હતું.
રોકાણમાં સાતત્યનો સૌથી મોટો ફાયદો ચક્રવૃદ્ધિ છે. અહીં તમારા જ રિટર્ન પર તમને ફરીથી રિટર્ન મળવાનું શરૂ થતા જ રોકાણ પર સતત ગ્રોથ મળે છે. ઉદાહરણ તરીકે, તમે વાર્ષિક 5%ના વ્યાજદરે રૂ.1,000નું રોકાણ કરો છો તો વર્ષના અંતે તે રકમ વધીને રૂ.1,050 થશે. તેને બદલે, બીજા વર્ષથી તમને માત્ર રૂ.1,000 પર વ્યાજ નથી મળતું પરંતુ સાથે જ પહેલા વર્ષે તમે કમાયેલા રૂ.50 પર પણ વ્યાજનો લાભ મળે છે. જે સાથે તમારું કુલ બેલેન્સ વધીને રૂ.1,102.50 પર પહોંચે છે. તેને પૂરતો સમય આપો અને આ ચક્રવૃદ્ધિનો તમને લાંબા ગાળે લાભ મળશે અને ખાસ કરીને વહેલી ઉંમરે શરૂ કરીને વારંવાર રોકાણ કરવાથી મૂલ્યવૃદ્ધિ શક્ય બનશે.