ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકોમાં અપૂરતી ઊંઘ જેવી સમસ્યાઓ તેમના ભવિષ્યમાં આત્મહત્યાના વિચારો અથવા પ્રયાસો સાથે પણ જોડાયેલી હોઈ શકે છે? સ્ટેનફોર્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન રિસર્ચ લેબ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે જે બાળકોને 10 વર્ષની ઉંમરે ઊંઘની ગંભીર સમસ્યા હોય તેઓમાં આત્મહત્યાનું જોખમ 2.7 ગણું વધારે હોય છે.
સંશોધન મુજબ જે બાળકોને ઊંઘની સમસ્યા હોય છે તેમને ભવિષ્યમાં ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, જે બાળકોને નિયમિતપણે ખરાબ સપનાં આવેે તેઓમાં આત્મહત્યાના વિચારો અથવા પ્રયાસોનું જોખમ 5 ગણું વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે અપૂરતી ઊંઘને કારણે મગજમાં પરિવર્તન આવે છે, જેનાથી તણાવનો સામનો કરવાની ક્ષમતા ઘટી જાય છે અને નિર્ણય લેવાની શક્તિ નબળી પડે છે.