ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ તા. 10થી 12મી જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. જે અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં ટેસ્લા ગુજરાતમાં આવે છે કે નહીં ? તે બાબતે પૂછાયેલા પ્રશ્નમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ગુજરાતમાં આવવા અનેક કંપનીઓ આતુર છે. વિશ્વની ટોપ 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતના સંપર્કમાં છે, ઉચ્ચ કક્ષાએ વાતચીત ચાલતી હોય આમ છતાં ઉદ્યોગમંત્રી પાસે સ્પષ્ટ જવાબની અપેક્ષા રખાતા તેમણે કહ્યું હતું કે ટેસ્લા પાઇપલાઇનમાં છે
આ મુદ્દે ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે ટેસ્લાને કેટલી રાહતો અપાશે, કેટલી રાહતની દરખાસ્ત કરી સહિતના પ્રશ્નનાનો સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદરે કહ્યું હતું કે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાટર્નર કન્ટ્રી તરીકે 32 દેશ નક્કી થઇ ગયા છે, 3 કન્ટ્રી દ્વારા મૌખિક સહમતિ આવી છે. જ્યારે 136 દેશની કંપનીઓ,સંસ્થાઓ અને પ્રતિનિધિઓ આવી રહ્યા છે.