ભાવનગરમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા સોમવારે સવારથી કરવામાં આવેલી કાર્યવાહીમાં જબ્બે કરવામાં આવેલા ધવલ સરવૈયાએ ખોટી રીતે વેરાશાખ મેળવી હોવાનો કેસ દાખલ કરી કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
બોગસ બિલિંગનો આંકડો 10 કરોડનો
અગાઉ 33 કરોડની જીએસટી ગેરરીતિના મામલે ઇન્ડીયા ઇમ્પેક્સના ઉંમર હમીદાનીની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓના દ્વારા તથા ધવલ સરવૈયા દ્વારા ટેસલા મલ્ટી ટ્રેડ અને ઇઝી પાવર નામની પેઢીઓ બનાવી તેમાં બોગસ બિલિંગ વડે ખોટી વેરાશાખ મેળવી હોવાનો આંકડો 10 કરોડનો હોવાનું દરોડા દરમિયાન જણાઇ આવ્યુ હતુ. ધરપકડ કર્યા બાદ ડીજીજીઆઇ દ્વારા ઉંમર હમીદાનીની સાથે સંકળાયેલા અન્ય લોકોને ધવલ સરવૈયા સાથે શું સંબંધ છે તેની પણ તપાસ કરવામાં આવી હતી.