ભારતમાં વર્ષ 2025માં સરેરાશ પગારવધારો 9.5% રહેશે, જે 2024ના વાસ્તવિક પગારવધારાની બરાબર રહેશે જેનું કારણ કંપનીઓ આશાવાદ સાથે સતર્કતાભર્યું વલણ પણ અપનાવી રહી છે. પ્રાંત પ્રમાણે ભારતમાં સૌથી વધુ પગારવધારો જોવા મળશે. જ્યારે વિયેતનામ (7.6%), ઇન્ડોનેશિયા (6.5%), ફિલિપાઇન્સ (5.6%), ચીન (5%) અને થાઇલેન્ડ (5%) પગારવધારો રહેશે. WTW રિવોર્ડ્સ ડેટા ઇન્ટેલિજન્સ પ્રેક્ટિસ દ્વારા સેલેરી બજેટ પ્લાનિંગ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એપ્રિલ અને જૂન 2024માં આ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. વિશ્વભરના 168 દેશોની કંપનીઓમાંથી 32,000 જવાબ ભેગા કરવામાં આવ્યા હતા. સરવેમાં ભારતની 709 કંપનીઓએ ભાગ લીધો હતો.
કંપનીઓ ગ્રોથને લઇને આશાવાદી વલણ ધરાવે છે ત્યારે તેઓ આશાવાદ સાથે સતર્કતાભર્યું વલણ પણ અપનાવી રહી છે. કંપનીઓ-કર્મચારીઓ બંને સ્થિરતા ઇચ્છે છે અને માર્કેટ સેન્ટિમેન્ટ પણ નોંધપાત્ર રીતે સ્થિર છે. કેપ્ટિવ સેન્ટરની સંખ્યા વર્ષ 2023ના 1,500થી વધીને 2,000 થઇ ચુકી છે.