શહેરમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી ઇસમે દુષ્કર્મ આચર્યું હતું, રાજકોટમાં રહેતી 22 વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા મહમદ અખ્તર ડેલાનું નામ આપ્યું હતું, યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને પોતે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં મહમદ ડેલાનો સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા. મહમદ ડેલા ગોંડલ રહેતો હતો અને રાજકોટમાં નોકરી કરતો હતો, એક દિવસ મહમદે મળવાના બહાને યુવતીને શહેરની એક હોટેલમાં બોલાવી હતી, મળવા માટે ગયેલી યુવતીને કડવો અનુભવ થયો હતો અને મહમદ ડેલાએ બળજબરી કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ આ અંગે કોઇને કહીશ તો તને અને તારા પરિવારજનોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહમદ ડેલાની માગ વધતી જતાં કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને આપવિતી વર્ણવી હતી, અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ મહમદ ડેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.