એસજીએસટીની ટીમ દ્વારા ચૌટાબજારના પટેલ બેંગલ્સ, રિંગ રોડના ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને સાપુતારાની 7 હોટલોમાં શરૂ કરાયેલી તપાસ પૈકી ચૌટાબજારની તપાસ પૂરી થઈ હતી, જેમાં અધિકારીઓએ ચોપડે નહીં બતાવેલો રૂપિયા સવા કરોડનો સ્ટોક શોધી કાઢ્યો હતો. અહીં મહિલા સૌદર્યંની વેચાતી મોટાભાગની સામગ્રી પર ત્રણ ટકા ટેક્સ લાગતો હતો, જે માલિક દ્વારા યોગ્ય કપાત કરીને ભરવામાં આવતો ન હતો. દરમિયાન, એન.આર. ગ્રુપ અને બાદમાં પટેલ બેંગલ્સ પર પડેલા દરોડા બાદ અધિકારીઓ પણ ચોંક્યા છે અને સમગ્ર ચૌટાબજારના મોટા વેપારીઓ હવે નિશાના પર આવી ગયા છે. એક અંદાજ એવો લગાવાયો છે કે, સમગ્ર ચૌટાબજારમાં કે જે મહિલાઓની પસંદગીનું બજાર છે. તેમાં રૂપિયા 200 કરોડથી વધુનું ટર્નઓવર થઈ રહ્યું છે. મહિલા સૌંદર્યના નીતનવા સાધનો અને કોસ્મેટિક સહિતની ચીજવસ્તુઓ અહીં વેચાતી હોય છે.