Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા.1ને ગુરુવારે થવાનું છે, ત્યારે મતદાનની ગણતરીની કલાકો પહેલાં જ બુધવારે સાંજે લોધિકા પંથકના એક ગામના મહિલા સરપંચના પતિ રૂ.10 લાખની રોકડ સાથે પકડાતા ચકચાર મચી ગઇ હતી, લાખો રૂપિયા મળી આવતા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી હતી, સરપંચ પતિ મતદારોને રિઝવવા માટે નાણાં લઇને નીકળ્યો હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ થઇ હતી.


રાજકોટ કાલાવડ હાઇવે પર ખીરસરા પોલીસની ચેક પોસ્ટ નજીકથી બુધવારે સાંજે એક આઇ-20 કાર પસાર થતાં પોલીસ અને સર્વેલન્સની ટીમે કાર અટકાવી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી રૂ.10 લાખની રોકડ મળી આવી હતી, પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લોધિકાના ચીભડા ગામનો દિનેશ દાફડા હોવાનું કહ્યું હતું, પોલીસે રકમ જપ્ત કરી આ અંગે જાણ કરતાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.

સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડાએ જણાવ્યું હતું કે, દિનેશ દાફડા તેમના નાના ભાઇ છે, અને દિનેશના પત્ની ચીભડા ગામના સરપંચ છે, ચીભડામાં રહેતા માયા રત્ના વસોયાએ ડૈયા ગામમાં આવેલી તેની ખેતીની જમીન વેચી હતી તેના પૈસા આવ્યા હતા અને માયા વસોયાએ મેટોડામાં એક દુકાન ખરીદ કરી હતી તે દુકાનના પૈસા આપવા માયા વસોયા સાથે નીકળ્યા હતા, આ રકમ માયા વસોયાની હતી અને તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.