દેશમાં ઇ-કોમર્સ સેગમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. લાઇફસ્ટાઇ, ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં ઓનલાઇન સેગમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી મજબૂત ગ્રોથ રહ્યો છે સાથે-સાથે છેલ્લા એકાદ વર્ષથી ફેશન-બ્યુટી ઉપરાંત ગોલ્ડ-જ્વેલરીની માગ પણ ઝડપભેર વધી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર ગોલ્ડ-જ્વેલરીના વેચાણમાં 30 ટકાથી વધુનો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે આ ઉપરાંત પ્રીમિયમ સેગમેન્ટમાં સોના અને હીરાના દાગીના - જેમાં લેબગ્રોન ડાયમંડની માંગ મોટા પાયે છે. કિંમતી દાગીનાના વેચાણમાં પાંચગણો વધારો થયો છે અને માત્ર અમદાવાદમાં જ બે ગણાથી વધુ વૃદ્ધિ નોંધાઇ હોવાનું અમેઝોન ઇન્ડિયાના ફેશન એન્ડ બ્યુટી ડિરેક્ટર ઝેબાખાને જણાવ્યું હતું.
ગોલ્ડ જ્વેલરી કેરેટમાં હોલમાર્ક કરાયેલમાં 84%નો વાર્ષિક ગ્રોથમાં નોંધાયો છે. ગ્રાહકો ચાંદીની જ્વેલરીમાં રૂ.2000 થી શરૂ કરીને રૂ. 40000 સુધીની ફાઇન જ્વેલરીમાં સૌથી વધુ ગ્રાહકોની માગ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહકો 14 કેરેટની જ્વેલરીને વધુ પસંદ કરે છે.
ઇ-કોમર્સ કંપનીઓ માટે દેશમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. તહેવારોની સિઝનમાં ગારમેન્ટમાં અઢી ગણો ગ્રોથ જોવા મળ્યો છે. મેટ્રો શહેરો ઉપરાંત ટીયર 2 અને 3માંથી પણ મજબૂત ગ્રોથ રહ્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક કારીગરો, વણકર અને નાના વ્યવસાયોને પણ સશક્ત કર્યા છે.