આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં કિંમત 903 રૂપિયાથી ઘટીને 803 રૂપિયા, ભોપાલમાં 808.50 રૂપિયા, જયપુરમાં 806.50 રૂપિયા અને પટનામાં 901 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરનો 910 રૂપિયા ભાવ હતો જે હવે 810 રૂપિયામાં મળશે.
કરોડો પરિવારોનો આર્થિક બોજ ઘટશે
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણની સુરક્ષા કરવામાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે.
આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશની મહિલાઓને મોટી ભેટ આપી છે.