ભારતીય શેરમાર્કેટ પર સ્થાનિક રોકાણકારોનું પ્રભૂત્વ અકબંધ રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એપ્રિલથી શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. પરંતુ LIC અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા ખરીદીને કારણે બજારને વેગવંતું રાખ્યું છે. જ્યારે FII એ મે મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 22,046 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, તેની તુલનાએ DII એ રૂ. 40,798 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. NSDLના મતે એપ્રિલમાં પણ વિદેશી રોકાણકારોએ 8,671 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા. અગાઉ, તેણે માર્ચમાં રૂ. 35,098 કરોડ હતા.
વિદેશી સંસ્થાઓથી વિપરીત ભારતીય સંસ્થાઓ એટલે કે DII ઓગસ્ટ 2023 થી સતત ખરીદી કરી રહી છે. છેલ્લા 9 મહિનામાં તેણે 2.89 લાખ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં DIIએ સ્થાનિક શેરબજારમાં રૂ.1.93 લાખ કરોડનું રોકાણ કર્યું છે.ચૂંટણી પરિણામો પછી વિદેશી રોકાણ વધશે.