રવિવારે રાત્રે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગિર વિસ્તારમાં પરપ્રાંતીય લોકો પર હુમલો કર્યો. આ હુમલામાં એક ડોક્ટર સહિત 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
હુમલા પછી તરત જ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી હુમલાખોરો શક્ય તેટલી વહેલી તકે પકડી શકાય.
જે વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો છે તે સીએમ ઓમર અબ્દુલ્લાના મતવિસ્તાર ગાંદરબલ વિધાનસભામાં આવે છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- હું આ હુમલાની સખત નિંદા કરૂં છું અને પીડિત પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરું છું.
તે જ સમયે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ હુમલો દેશના વિકાસમાં ફાળો આપનારાઓ વિરૂદ્ધ છે.
અગાઉ 16 ઓક્ટોબરના રોજ, શોપિયનમાં આતંકવાદીઓ દ્વારા પરપ્રાંતીય યુવાનોની હત્યા કરવામાં આવી હતી.