Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચોમાસામાં ભરપુર ખીલ્યા પછી હજુ પણ પ્રકૃતિએ તેની આહલાદકતા અને મોહકતાને યથાતથ જાળવી રાખી છે, ભાદરવાના તડકા પડે ત્યારે આ જ કુદરતી સૌદર્ય આંખને અને હૃદયને ટાઢક આપવાનું કામ બખુબી કરે છે અને ક્યારેક તો એ એટલું અક્સીર સાબિત થાય છે કે જે મોંઘી દવાઓ પણ કામ નથી કરતી એટલી શાંતિ કુદરતના ખોળે મળે છે. જાણે મા નો ખોળો જ જોઇ લો. ગોંડલ નજીકના આ ઝરણાએ લોકોને ત્યાંથી પસાર થતી વખતે ઘડી બે ઘડી થંભી જવા મજબુર કરી દીધા હતા. જલધારાના મધુર નૃત્યનો લહાવો લેવા જેવો તો ખરો જ.વહેતું ઝરણું એ કુદરતી રીતે સ્પષ્ટ દેખાતું પાણીનું મધુર નૃત્ય છે. સૂર્યપ્રકાશમાં હળવા લહેર તેને ઝગમગાવે છે, દરેક પ્રવાહ સાથે, જીવન ફૂટે છે - જીવંત લીલોતરી, રંગબેરંગી , અને રસદાર પર્ણસમૂહ, આશા અને નવીકરણનું પ્રતીક છે. વહેતું ઝરણું આપણને પરિવર્તનને સ્વીકારવાનું, જીવનના પ્રવાહો સાથે વહેવા અને સતત ચળવળમાં સુંદરતા શોધવાની યાદ અપાવે છે.