Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના શીપીંગ, પોર્ટ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ભારતમાં પશ્ચિમ કિનારે એક અગ્રણી મુખ્ય પોર્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) એ દુબઈની ડીપી વલ્ડ સાથે તુના-ટેકરા, ગુજરાત (કંડલા નજીક) ખાતે નવા મેગા કન્ટેનર ટર્મિનલના વિકાસ, સંચાલન અને જાળવણી માટે કન્સેશન કરાર પર આજે હસ્તાક્ષર કરશે. આ ઐતિહાસીક કરાર સમયે શીપીંગ મંત્રાલય સબંધિત ત્રણેય મંત્રી સાથે પોર્ટ ચેરમેન, ડીપી વર્લ્ડના સીઇઓ અને યુએઇના સુલતાન ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 4,243.64 કરોડ રૂપિયાનો છે, જેથી 18 હજારથી વધુ કન્ટેનર વહન કરતા જહાજોને હેંડલ કરી શકાશે.

દેશમાં અત્યાર સુધી પીપીપી મોડેલ તળે થયેલા પ્રોજેક્ટમાં સૌથી મોટો પ્રોજેક્ટ બની રહેશે. નોંધવુ રહ્યું કે અગાઉ આ પ્રોજેક્ટને સાકાર કરવાના ત્રણ વારના પ્રયાસ નાકામ રહ્યા છે, વર્તમાન ચેરમેન એસ.કે. મહેતાના પ્રયાસો થી હવે પ્રોજેક્ટ અંજામ પર આવતો જોવા મળી રહ્યો છે. આના લીધે ન માત્ર કચ્છની ખાડી પરંતુ ગાંધીધામ અને કચ્છના અર્થતંત્રને પણ મોટો બુસ્ટ મળશે તેવી આશા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.

સંયુક્ત આરબ અમીરાત સ્થિત બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપનીના કન્સેશન એગ્રીમેન્ટ પર 25મી ઓગસ્ટ ના દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ડીપી વર્લ્ડ વચ્ચે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ડીપી વર્લ્ડના સીઈઓ અને ગૃપ ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેયમ સાથે હસ્તાક્ષર કરવાની આ ક્ષણ દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર, ડીપીએ ચેરમેન સંજય મહેતા, ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લા, એન્જિનીયર વિભાગના વડા અને અન્ય આગેવાનો પણ હાજર રહેશે.