રાજકોટ મોરબી હાઇવે પર આવેલા રતનપર ગામમાં વિનાયક વિલાસ પાસે રહેતાં યુવાને વહેલી સવારે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. યુવાન મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસ તપાસમાં પત્નિ કહ્યા વગર મહારાષ્ટ્ર માવતરે જતી રહી હોઇ અને ત્યાં ગયાના ચાર દિવસ પછી ફોન પર વાત પણ ન કરતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે નિવેદન નોંધી આગળ તજવીજ હાથ ધરી છે.