સહકાર ભારતીનું રાજ્ય કક્ષાનું છઠ્ઠું અધિવેશન પાળિયાદ ખાતે મળ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 500 સહકારી પ્રમુખ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં અધ્યક્ષ સ્થાને પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સહકાર ભારતી ગુજરાત પ્રદેશકક્ષાના હોદ્દેદારોની વરણી કરાઈ હતી.
જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલ તેમજ મંત્રી તરીકે જયંતીભાઈ કેવટની નિમણૂક કરાઈ છે. અધિવેશનનો મુખ્ય હેતુ સહકારથી કુપોષણ મુક્ત ગુજરાત છે, સહકાર ભારતીના પ્રયત્નોથી દરેક મંડળી પાંચ કુપોષિત પરિવાર દત્તક લેશે. તેવી જાહેરાત કરાઈ હતી.