Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારે વધારે કામ રહેશે. તમારું પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવું પરિવારના સભ્યોને પ્રસન્ન કરશે. યુવાઓને પોતાની યોગ્યતા દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- જૂના મામલાઓ સામે આવવાથી સંબંધોમા તણાવ આવી શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. થોડો સમય આત્મ અવલોકન કરવામાં પણ પસાર કરો. તેનાથી તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો.

વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓ પહેલાની જેમ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા પડકાર સામે આવશે. પરંતુ તમે તેનો સામનો કરવામાં સફળ રહેશો. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યોને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી કોઇ સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે.

નેગેટિવઃ- જો તમે તમારો વિકાસ ઇચ્છો છો તો સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ લાવવું જરૂરી છે. આ સમયે કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. આવું કરવામાં સમય અને ઊર્જા નષ્ટ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત તથા વ્યવસાયિક કાર્યોમાં સારો તાલમેલ જાળવવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી રાહત મેળવા માટે પોઝિટિવ રહેવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે અન્ય પાસેથી કોઈ આશા ન રાખો તથા તમારા નિર્ણયોને જ પ્રાથમિકતા આપો. તેનાથી તમારા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. તમારે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી પડી શકે છે.

નેગેટિવઃ- યુવા વર્ગ આળસ અને મોજ મસ્તીમા સમય ખરાબ ન કરે. તેનાથી તમારું જ નુકસાન થશે. મહિલા વર્ગ પોતાના ઉપર વધારે જવાબદારી ન લઇને થોડો સમય વ્યક્તિગત કાર્યોમાં પસાર કરે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને લગતી ગતિવિધિઓ અંગે ગંભીરતાથી વિચાર કરો

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- દવાઓની જગ્યાએ કસરત કરવામાં વધારે ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈ આધ્યાત્મિક ગતિવિધિમા તમારો મોટાભાગનો સમય પસાર થશે અને તમે તમારી અંદર અદભૂત શાંતિ અનુભવ કરશો. તમારા સંપર્કોને વધારે મજબૂત કરો. કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- અફવાહ ઉપર વધારે ધ્યાન ન આપો અને કોઇ નિર્ણય પણ ઉતાવળમા ન લેશો. આ સમયે તમારી બનાવેલી નીતિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પોતાની સમજણશક્તિ દ્વારા લેવામા આવેલ નિર્ણયનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી સ્પર્ધામા સફળતા મળવાની શક્યતાઓ છે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા આત્મબળને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ- કોઇ ખાસ વ્યક્તિને લગતા કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. ઘરના કોઇ સભ્યના લગ્નજીવનને લઇને થોડો તણાવ રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ મેળવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે જેથી સંબંધો ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પરિવાર અને ફાયનાન્સને લગતા કાર્યોના પોઝિટિવ પરિણામ મળી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાછલમાથી રાહત મળી શકે છે. કોઇ અનુભવી અને ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે થોડો સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે સંબંધોમા મતભેદ ઊભો થવા દેશો નહીં. તમે ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિને સાચવી શકશો. ઘરી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ અજાણ વ્યક્તિ સાથે વ્યવસાયિક ડીલ કરતી સમયે સાવધાની જાળવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળી શકે છે. માત્ર ભાવુકતાની જગ્યાએ પોતાના બુદ્ધિ બળ અને ચતુરાઈનો ઉપયોગ કરો. પરિવાર તથા સગા સંબંધીઓ માટે પણ યોગ્ય સમય મળી શકશે.

નેગેટિવઃ- માનસિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે થોડો સમય એકાંત કે ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરો. આ સમયે આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજના હાલ થોડા સમય માટે ટાળવી પડી શકે છે.

લવઃ- પારિવારિક સભ્યોમાં એકબીજા વચ્ચે સહયોગ અને સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ સમચાર મળી શકે છે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને સશક્ત અને ઊર્જાવાન અનુભવ કરી શકો છો. ભવિષ્યને લગતી કોઈપણ યોજનાને લઇને છેલ્લી નીતિઓ ઉપર ચાલવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- બધું જ યોગ્ય હોવા છતાં જીવનમાં થોડી નિરાશા અનુભવ થશે. ગુસ્સાના કારણે તમે તમારું નિયંત્રણ ગુમાવી શકો છો. સુકૂન મેળવવા માટે થોડો સમય ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા ઠોસ નિર્ણય લેવા પોઝિટિવ રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોને પોતાની સમસ્યા અંગે જણાવો. યોગ્ય સમાધાન મળશે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત જાળવી રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ જગ્યાએથી સારા તથા શુભ સમાચારની પ્રાપ્તિ થશે. કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ મેળવવામા તમારી વિશેષ ભૂમિકા રહી શકે છે. પરિવાર સાથે ઓનલાઇન શોપિંગમા સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- અતિ આત્મવિશ્વાસ અને ઈગોના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. તમારી વિચારધારામા પરિવર્તન લાવો. અન્યની એડવાઇઝ ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યોનો વધારેમા વધારે પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને તાવ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહેશે. સફળતા મળવાથી સુકૂન મળી શકે છે. આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. યુવા વર્ગ પોતાના કાર્યને યોગ્ય રીતે કરી શકશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. સંબંધોને મજબૂત જાળવી રાખવા માટે સમજદારીની જરૂરિયાત છે. આ સમયે ભાઈઓ સાથે કોઈ પ્રકારના મનમુટાવની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે પરિવાર સાથે સુખમય સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમા મદદગાર રહેશે. તમે પણ તમારા સંતુલિત વ્યવહાર દ્વારા બધાનું મન જીતી શકો છો. વિદ્યાર્થીઓ કોઇ ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી ગતિવિધિઓમાં સફળતા મેળવી શકે છે.

નેગેટિવઃ- તમે તમારી ઉપર તેટલી જવાબદારી લો જેટલી તમે નિભાવી શકો છો. આ સમયે આળસ અને આરામ કરવાની ઇચ્છાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ઉન્નતિનો કોઈ નવો અવસર મળવાનો છે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. તમારા સ્ટાફની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ- પ્રેમ સંબંધોમા પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ સમય પસાર થશે. અટવાયેલા કાર્યોમા ગતિ આવશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. નવી જાણકારીઓ પણ શીખવા મળી શકે છે.

નેગેટિવઃ- વધારે કલ્પનાઓ ન કરો અને હકીકતમા જ રહો. કોઇ પાસેથી વધારે આશા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે.

વ્યવસાયઃ- આર્થિક મામલે બધા નિર્ણય જાતે જ લેવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્નીમા યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત, ગેસ વગેરે પરેશાન કરી શકે છે.