Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય મહિલા હોકી ટીમનું પેરિસ ઓલિમ્પિક રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ટોપ-4માં સ્થાન મેળવનારી ભારતીય ટીમ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.

શુક્રવારે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાને 1-0થી હરાવ્યું હતું. જાપાન માટે કાના ઉરાતાએ છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. જે બાદ ભારતીય ખેલાડીઓ બરાબરીનો ગોલ કરી શક્યા ન હતા.

આ ટુર્નામેન્ટની ટોપ-3 ટીમને પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળી છે. જેમાં અમેરિકા, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે.

એક દિવસ અગાઉ, સેમિફાઈનલ મેચમાં, સડન ડેથ-2માં ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં જર્મની સામે 2 (4)-2 (3)થી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ 2-2થી ટાઈ થઈ હતી. આવી સ્થિતિમાં વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં 3-3ની બરાબરી બાદ મેચ સડન ડેથમાં ગઈ હતી.

પ્રથમ સડન ડેથમાં ભારતીય ટીમે સમાનતા હાંસલ કરી હતી, પરંતુ સડન ડેથમાં સવિતા બચાવ કરી શકી ન હતી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી લીગ મેચમાં ઈટાલીને 5-1થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં ભારતીય ટીમને અમેરિકા સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.